દાવોસ: સરકારી વિમાન કંપની એર ઈન્ડિયા (Air India) ના ડિસઈન્વેસ્ટમેન્ટની તૈયારી વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે પોતાના મનની વાત કરી. દાવોસમાં તેમણે કહ્યું કે જ હું એક મંત્રી ન હોત તો એર ઈન્ડિયા ખરીદીને તેની બોલી લગાવી રહ્યો હોત. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દરેક સંજોગોમાં એર ઈન્ડિયા એક શાનદાર કંપની છે અને તેને ખરીદનારી કંપનીને ઘણા ફાયદા થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાવોસમાં ભારતના સ્ટ્રેટેજિક આઉટલુક સેશન દરમિયાન પૂછાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ કહ્યું કે એર ઈન્ડિયા એક સારી કંપની છે. એર ઈન્ડિયા પાસે સારા મેનેજમેન્ટ ઉપરાંત સારા વિમાન છે. દ્વિપક્ષીય સંધિના કારણે મોટાભાગના દેશોની એરલાઈન્સ સાથે કરાર પણ છે. બધુ મળીને એર ઈન્ડિયા એક સોનાની ખાણ છે. પિયુષ ગોયલે આગળ પોતાના મનની વાત રજુક રતા કહ્યું કે જો હું સરકારમાં મંત્રી ન હોત તો આ એરલાઈન્સને ખરીદવા માટે બોલી લગાવી રહ્યો હોત. 


2018માં 5149 કરોડ ખોટ, 2019માં કરી 2856 કરોડ રૂપિયાનો નફો
અધિકૃત આંકડા મુજબ એર ઈન્ડિયાએ બે વર્ષમાં સારું પ્રદર્શન કર્યું છે. 20 ટકા આંતરરાષ્ટ્રીય ફ્લાટ્સમાં વધારાના કારણે એર ઈન્ડિયાને લગભઘ 2856 કરોડ રૂપિયાનો નફો થયો છે. જ્યારે બરાબર એક વર્ષ પહેલા 2018માં એરલાઈન્સને 5149 કરોડનું નુકસાન થયું  હતું. અધિકારીઓનું કહેવું છે કે 2019માં એર ઈન્ડિયાએ લગભગ 18,985 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube